વિરમપુર વિસ્તાર માં ચોરી નાં બનાવ વધતા લોકોએ રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું સરકાર સામે રોષ ઠાલવ્યો

હિન્દ ન્યુઝ, વિરમપુર

હાલ માં ચોરી નાં બનાવ અવારનવાર બનતા હોય છે ત્યારે અમીરગઢ તાલુકાના વિરમપુર વિસ્તારમાં બકરા ચોરી કરનાર ટોળકી સક્રિય બની છે. ત્યારે અવારનવાર ચોરી ની ઘટના થતાં લોકો માં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. લોકો નો રોષ હવે રસ્તા રોકો આંદોલન તરફ ફેરવાઈ જવા પામ્યા છે. વિરમપુર વિસ્તારના લોકો પશુપાલકો સાથે સંકળાયેલા છે અને પશુપાલન થીજ પોતાની જીવિકા ચાલાવે છે. જ્યારે આ વિસ્તાર માં ચોરો દિન દહાડે તલવારો, કુહાડી, બંદૂકો બતાવી ચોરી કરી ફરાર થઈ રહ્યા છે ત્યારે ગામ લોકો માં ભારે રોષ ભભૂક્યો છે. ગામ લોકો ભેગા મળી વિરમપુર વિસ્તારના સહિત આજુ-બાજુ ગામના આગેવાનો સાથે રસ્તા રોકો આંદોલન પર બેઠા છે, જ્યાં સુધી પ્રશાસન તરફથી ચોરની ટોળકી ને પકડીને ચોર પાસેથી મુદ્દામાલ પરત ના અપાવે ત્યાં સુધી રસ્તા રોકો આંદોલન શરૂ રહેશે અને સરકાર અમારી માંગ પૂરી કરે તેવા આકરા પ્રહારો માજી પ્રમુખ શંકરભાઈ માણસાએ કર્યા હતાં ત્યારે ઉલ્લેખનીય છે કે માજી પ્રમુખના ઘરે જ ૫-બકરાની ચોરી થઈ હોવાની ઘટના પણ બહાર આવી હતી. સાથે અવાર-નવાર ચોરી ની ઘટના બનતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રિપોર્ટર : બિપિન સોલંકી, અંબાજી

Related posts

Leave a Comment