હિન્દ ન્યુઝ, જામનગર
આગામી તા.૦૭/૦૩/૨૦૨૫ ના રોજ જિલ્લા રોજગાર કચેરી જામનગર દ્વારા ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ રોજગાર ભરતી મેળામાં મોટી સંખ્યામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને આ નોકરીદાતાઓ દ્વારા સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ભરતી મેળામાં હાજર રહેવા માંગતા ઉમેદવારોએ પોતાના બાયો ડેટા સાથે તા.૦૭/૦૩/૨૦૨૫ ના રોજ જિલ્લા રોજગાર કચેરી, એસ.ટી. ડેપો સામે જામનગર ખાતે સવારે ૧૦:૩૦ કલાકે ઉપસ્થિત રહેવા રોજગાર અધિકારીશ્રી જામનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે. વધુ માહિતી માટે ૦૨૮૮-૨૫૬૪૬૫૪ પર સંપર્ક કરી શકાશે.