હિન્દ ન્યુઝ, જામનગર
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના વિવિધ ગામડાઓ જેમાં ખારા બેરાજા, ગોરધનપર, નાઘેડી, રાવલસર ગામની શુભેચ્છા મુલાકાત લીધી હતી. અને લોકસંપર્ક કાર્યક્રમમાં ગામના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી.
કૃષિમંત્રી દ્વારા યોજવામાં આવેલા લોકસંપર્કના આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રી સમક્ષ મૂકી હતી. ઉપસ્થિત સર્વે આગેવાનોને જરૂરી માર્ગદર્શન- સૂચના પૂરી પાડી હતી.
Advt.