બોટાદ જિલ્લાના લાઠીદડ ખાતે ૮ માર્ચ ૨૦૨૨ નાં રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે મહિલાઓ માટે ખાસ રોજગાર ભરતી મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે બોટાદ તાલુકાની ઉત્સાહી મહિલા રોજગાર ઈચ્છુકોને રોજગારીનો શ્રેષ્ઠતમ અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ટેક્ષટાઇલ્સ ક્ષેત્રના અગ્રગણ્ય ઔધોગિક એકમ સ્કાય પ્રીમવેર પ્રા.લી – લાઠીદડ માટે તા.૦૮/૦૩/૨૦૨૨ ને મંગળવારના રોજ સવારે ૧૦ કલાકે ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા અને ધોરણ-૮ (આઠ) પાસની લાયકાત ધરાવતા ફક્ત સ્ત્રી રોજગાર ઇચ્છુકો માટે સ્કાય પ્રીમવેર ઇન્ડિયા પ્રા.લી – લાઠીદડ ખાતે ખાસ રોજગાર ભરતીમેળો યોજાશે. આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો સાથે એકમ ખાતે રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળા કાર્યક્રમના દિવસે અનુબંધમ પોર્ટલ પર નોંધણી માટેના ખાસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે. ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર અનુબંધમ વેબપોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજીયાત છે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક http://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગીન કરીને પોર્ટલ પર જોબફેરના મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલસેન્ટર નં : ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા બોટાદ જિલ્લા રોજગાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.

Related posts

Leave a Comment