હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા
દિયોદર તાલુકાના નવાપુરા ગામની ગૌચર જમીનો મોટા પ્રમાણ દબાણો હોવા છતાં સરકારના નિયમ ઘોળીને પી જતાં સરપંચ અને તલાટીઓ સૂચના છતાં દબાણો દુર કરવામાં આવતી નથી. ગૌચરની જમીનની દબાણ બાબતે અવાર નવાર લેખિત અરજીઓ કરતા છતાં ગૌચરની જમીનો દુર કરવામાં આવતાં નથી અને દિયોદર તાલુકાના નવાપુરા ગામના માથા ભારે લોકો કેટલાં વર્ષોથી ગૌચરની જમીનમાં ખેતી કરી રહ્યા છે. છતાં સરકાર નીંદરમાં હોય તેવું લાગી રહ્યું છે અને ગામનાં સ્થાનિક ના લોકોને રહેવા માટે પ્લોટ કે મકાન નથી મળતાં જ્યારે નવાપુરાની ગ્રુપ પંચાયત પાસે જઇને ગામતળની માંગણી કરીએ ત્યારે પંચાયત ના અધિકારીઓ જવાબ આપે છે કે નવાપુરા ગામનું ગામતળ સરકારનાં ચોપડે મોટું બોલે છે. તેવો અધિકારીઓ જવાબ આપે છે. તો આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી દબાણોની તપાસ કરાવીને યોગ્ય કાર્યવાહી હાથધરે તેવી માંગ ઉઠવા પામી છે. પંચાયત અધિનિયમ મુજબ ગૌચરની જમીનના દબાણો દુર કરવાની જવાબદારી ગ્રામ પંચાયતની છે. ગૌચર પરની દબાણો દુર કરાવવા માટે જિલ્લા વિકાસ અધિકારીઓ અને સંબંધિત મિટિંગમાં આ બાબતે જાણ કરવામાં આવે છે. ગ્રામ પંચાયત કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા નિયમ મુજબ ગૌચરની અને ગામતળની જમીન દબાણો દુર કરવામાં આવે તેવી માંગ.
બ્યુરો ચીફ (ઉત્તર ગુજરાત) : ગંગારામ ચૌહાણ