પાલનપુર માં મારુતિ 800 અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા

બનાસકાંઠા ના પાલનપુર શહેરમાં આવેલા ચેકપોસ્ટ પર અચાનક ભયાનક અવાજ આવ્યો. જેથી આજુ બાજુ ના લોકો ના ટોળે ટોળા ઉમટ્યા હતા અને ચેકપોસ્ટ પર મારુતિ 800 અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જતા પાલનપુર ના કોલેજ કમ્પાઉન્ડ માં રહેતા રાજેશભાઈ નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. આ અકસ્માત સર્જતા ટ્રેલર ખટારા નો ડ્રાઈવર ટ્રક મૂકી નાશી ગયો હતો. અને પશ્ચિમ પોલીસ પણ ઘટના થી એક કલાક મોડા પોહચતા લોકો એ રોષ વ્યક્ત કર્યો હતો. પોલીસ આવી બોડી ને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી.

રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, પાલનપુર

Related posts

Leave a Comment