હિન્દ ન્યુઝ, ભાવનગર
પાલીતાણા તાલુકામાં દેદરડા-૩૫, ચોંડા-૫૧, મોટી પાણીયાળી-૯૯, બહાદુરગરઢ-૬૯, ભુતડીયા-૧૦૫, મોટી પાણીયાળી (વાડી) -૧૧૩, સીટી-તળાવ વિસ્તાર- ૬/૧૪ જેવી શાળાઓ ખાતે પી.એમ.પૌષણ યોજના (મ.ભો.યો.) ચલાવવા માટે સંચાલકોની ભરતી કરવા સારૂ ઓછામાં ઓછું ધોરણ-૧૦ (દસ) પાસ તથા ઉંમર ૨૦ થી ૬૦ વર્ષ વચ્ચેની હોય તેવા ઇચ્છુક ઉમેદવારોએ તા.૩૦/૦૫/૨૦૨૫ સુધીમાં અરજીઓ જમા કરવાની રહેશે. વિધવા, નિરાધાર મહિલાઓ, ત્યક્તાને નિમણૂક માટે અગ્રતા આપવામાં આવશે. અરજી ફોર્મ મધ્યાહન ભોજન યોજના શાખા, મામલતદાર કચેરી, પાલીતાણા ખાતેથી મેળવી લેવાનું રહેશે તેમ મામલતદાર પાલીતાણાની યાદીમાં જણાવાયું છે.
