હિન્દ ન્યુઝ, રાધનપુર
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોંગ્રેસ ના કાર્યકર્તાઑ દ્વારા મોઘવારી ને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું રાધનપુર ના ધારા સભ્ય રઘુભાઈ દેસાઈ થતાં અન્ય કોંગ્રેસ ના કાર્યકર્તાઓ જોડાયા રેલીમાં, મોઘવારી ને લઈને કોંગ્રેસ ના કાર્યકર્તાઓ સરકારનો વિરોધ દર્શાવ્યો હતો તેમજ ગુજરાત બંધ ને લઈને કોંગ્રેસ એ રાધનપુર બંધનું એલાન અપાયું.
રાધનપુર શહેર ધારા સભ્ય રઘુભાઈ દેસાઈ,કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે મોઘવારી ને લઈને ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવ વધારાના ના મુદ્દે વિરોધ પ્રદર્શન યોજાયો. ભાવ વધારાના મુદ્દે રાધનપુર ધારા સભ્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિ માં રાધનપુર ખાતે ભાજપ સરકાર સામે વિરોધ દર્શાવી મોઘવારી નો વિરોધ દર્શાવ્યો હતો.મોઘવારી અને બેરોજગારી સામે કોંગ્રેસ નું સવાર ના ૮ થી ૧૨ ગુજરાત સાંકેતિક બંધ પાળવામાં આવ્યું હતું.રાધનપુર બજાર આજે સમગ્ર બંધ જોવા મળી હતી તેમજ ભાવ વધારા મોઘવારી બેરોજગારી સામે આજે વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં ગ્રામ્યજનો શહેરીજનો ના લોકો તેમજ રાધનપુર વેપારીઓ જોડાયા હતા.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર