થરાદના લુણાવા ગામ ખાતે કોંગ્રેસના કાર્યકરોની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, થરાદ

આજરોજ થરાદ તાલુકાના લુણાવા ગામે કાંતિલાલ વશરામજી માળીના નિવાસસ્થાને તેમના દાદાજીની પુણ્યતિથિ નિમિત્તે સમાજની બેઠક મળી. તેમાં કોંગ્રેસના અનેક કાર્યકરોએ હાજરી આપી. રાષ્ટ્રીય કિસાન સંગઠનના મહામંત્રી કાંતિલાલ માળીના આમંત્રણ ને માન આપી કોંગ્રેસના અનેક આગેવાનોએ આ બેઠકમાં હાજરી આપી. રાજ્યમાં કોંગ્રેસને ભારે બહુમતીથી જીતાડવાના નિર્ધાર સાથે ગામના યુવાનોએ તન મન ધનથી ચૂંટણીમાં ઝંપલાવવાનો સંકલ્પ કર્યો .આ બેઠકમાં થરાદ વિધાનસભાના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, વાવ ધારાસભ્ય શ્રીમતી ગેનીબેન ઠાકોર, થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અંબાભાઈ સોલંકી, દિયોદર પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુભાઈ રાજપુત, રાજપુત સમાજના આગ્રણી ડી.ડી રાજપુત,લાખણી ના કોંગ્રેસ અગ્રણી મહેશભાઈ દવે, બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પટેલ તથા ગામના યુવા નેતાઓ અતુલભાઇ માળી, કાનજીભાઇ માળી અને અનેક વડીલો પણ આ કાર્યક્રમમાં જોડાયા.અંતે સૌએ સાથે ભોજન લઈ અને બેઠક યોજી આવનાર સમયમાં કોંગ્રેસને પૂર્ણ બહુમતી જીતાડવાનો સંકલ્પ કર્યો.

રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment