૧૮ થી ૩૦ વર્ષની ઉંમર ધરાવતા યુવક – યુવતીઓ માટે ઓનલાઈન ઇન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિર (વેબીનાર)નું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર 

કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર હેઠળની જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી, ભાવનગર દ્વારા ઓનલાઈન ઇન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિર (વેબીનાર)નું આયોજન કરવામાં આવનાર છે. આ વેબીનાર દ્વારા તાલીમાર્થીઓને પોલીસ, મામલતદાર, તલાટી, GPSC, UPSC જુ.ક્લાર્ક, સી.ક્લાર્ક વગેરે જેવી સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારીમાં ઉપયોગી થાય તે માટે તજજ્ઞ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ચેરમેન, દિનેશ દાસા દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ વેબીનારમાં ભાગ લેવા ઇચ્છતા ૧૮ થી ૩૦ વર્ષની ઉંમર ધરાવતા યુવક – યુવતીઓએ તા.૦૨/૦૮/૨૦૨૧ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી ZOOM એપ પર મિટિંગ આઈ.ડી- 4567891008 અને પાસકોડ – 1234 થી જોડાઈ શકાશે. ઘરે બેઠા GTPL ચેનલ નં – 554 પર અને ફેસબુક, યુ-ટ્યુબ પર /sadvidyatv પર પણ નિહાળી શકાશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, ભાવનગર દ્વારા જણાવાયું છે.

બ્યુરોચીફ ભાવનગર) : હકીમ ઝવેરી 

Related posts

Leave a Comment