મતદાન મથકોની પ્રાથમિક સુધારા યાદીમાં સલાહ સૂચનો માટે જામનગરવાસીઓ તા.૧૦ જુલાઈ સુધી અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ, જામનગર 

      તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકોનું પુનર્ગઠન કરવાનું હોવાથી તમામ મતદાર નોંધણી અધિકારી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીઓ ખાતે મતદાન મથકોની પ્રાથમિક સુધારા યાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે સુધારા યાદી જાહેર જનતા પાસેથી સલાહ – સૂચનો મેળવવા માટે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની ઓફીશીયલ વેબસાઈટ https://ceo.gujarat.gov.in/ ઉપર ઉપલબ્ધ છે. જેની વેબ લિંક https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/DraftPSPSL.aspx છે.

જામનગર જિલ્લાની જે જનતાને મતદાન મથકોની પ્રાથમિક સુધારા યાદીમાં કોઈ સલાહ-સૂચનો હોય તો આગામી તા.૧૦/૦૭/૨૦૨૫ સુધીમાં નજીકની મામલતદાર, પ્રાંત અધિકારીની કચેરી અને કલેકટર કચેરી ખાતે પોતાના નામ, સરનામા તથા ફોન નંબરની વિગતો સાથેની લેખિત અરજી રજૂ કરવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment