“મકરસંક્રાંતિ” વિષય પર ચિત્ર સ્પર્ધા સાબરકાંઠા જિલ્લાની સ્પર્ધા તા.૦૩ ડિસેમ્બર થી ૨૪ ડિસેમ્બર ૨૦૨૧ ‌‌‌૦૮ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઇ શકશે

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી આયોજીત જિલ્લા રમતગમત કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, સાબરકાંઠા સંચાલિત “મકરસંક્રાંતિ” વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાનાર છે. હાલ કોવિડ-૧૯ મહામારીને ધ્યાને લેતા સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાને લેતા ઉક્ત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ A4 સાઇઝના (૮.૩”x ૧૧.૭”) ડ્રોઇંગ પેપર પર પોતાની કૃતિ પોતાના ઘરે તૈયાર કરી તેને માઉન્ટીંગ કરાવ્યા બાદ જિલ્લા રમતગમત કચેરી ખાતે તા.૦૩/૧૨/૨૦૨૧ થી તા.૨૪/૧૧/૨૦૨૧ સુધી બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં મોકલી આપવાના રહેશે. આપની કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, મોબાઇલ નંબર, શાળાનું નામ વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરવાનો રહેશે તેમજ આ કૃતિની સાથે સ્પર્ધકે ઉંમરના પુરાવા તરીકે (આધારકાર્ડ/જન્મ તારીખનો દાખલો) ની ઝેરોક્ષ અને બેન્ક ખાતાની પ્રથમ પાનાની ઝેરોક્ષ અચૂક જોડવાની રહેશે. આ સ્પર્ધામાં ૦૮ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઇ શકશે. આ સ્પર્ધામાંથી સાબરકાંઠા જિલ્લામાંથી પસંદગી થયા બાદ રાજ્યકક્ષાએ ચિત્રો મોકલવામાં આવશે. રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધા તા.૦૩/૦૧/૨૦૨૨ ના રોજ અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવશે. જિલ્લાકક્ષા સ્પર્ધામાં કોઇ વ્યક્તિની મદદ વિના ચિત્ર દોરી તા.૨૪/૧૨/૨૦૨૧ સુધી બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમતગમત કચેરી, ક્રિષ્ના હોસ્પિટલ કમ્પાઉન્ડ, સબ જેલ રોડ પાસે, હિંમતનગર ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીને પહોચતી કરવાની રહેશે એમ જિલ્લા રમત ગમત અધિકારીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment