હિન્દ ન્યુઝ, ભાવનગર
વર્ષ ૨૦૨૫-૨૬ માટે ભાવનગર જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂત ખાતેદારો માટે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ જેવી કે કાપણીના સાધનો, પ્રોસેસીંગના સાધનો, બાગાયતી પેદાશની વેચાણ વ્યવસ્થા માટે પેકીંગ મટીરીયલ્સમાં સહાયનો કાર્યક્રમ, કાચા-અર્ધપાકા-પાકા મંડપ, કમલમ ફળ (ડ્રેગન ફૂટ)ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ, પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ, ખેતર પર પૈકીંગ/શોર્ટી/ગ્રેડીંગ અને સંગ્રહ એકમો, ફળપાકોના જુના બગીચાઓને નવસર્જન કરવા માટેની યોજના (આંબા તથા લીંબુ ફળપાક), કોપ કવર (શાકભાજી પાકો માટે), કોપ કવર/ બેંગ (કેળ/પપૈયા પાક માટે), કુટ કવર (આંબા,દાડમ, જામફળ, સિતાફળ, કમલમ) તથા સામાન્ય જાતિ/અનુ. જાતિના ખેડૂતો માટે સરગવાની ખેતીમાં સહાય આપવાનો કાર્યક્રમ, કેળ (ટીસ્યુ) ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના, ફળપાકોમાં પ્લાન્ટીંગ માટે ૯૦% સહાયનો કાર્યક્રમ, આંબા-જામફળ ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, કોમ્પ્રીહેન્સીય હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, વગેરે ઘટકો માટે તા.૦૫/૦૭/૨૦૨૫થી તા.૧૯/૦૭/૨૦૨૫ સુધી જીલ્લાના ખેડૂતો માટે સહાય યોજનાઓમાં લાભ લેવા અરજી કરવા આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ (https://ikhedut.gujarat.gov.in/site/login) ખુલ્લુ મુકવામાં આવશે. બાગાયતદારોને ઉપરોક્ત ઘટકોમાં સહાય માટે લેવા ખેડૂત પોર્ટલ ૨.૦ (https://ikhedut.gujarat.gov.in/site/login) પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ કલેઈમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામક, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગર જમા કરવાના રહેશે. વધુ માહિતી માટે કચેરીના ટેલીફોન નંબર ૦૨૭૮-૨૪૨૦૪૪૪ પર સંપર્ક સાધવા જણાવવામાં આવે છે.
