તા.૨૯ માર્ચના રોજ યોજાનારી ગુજકેટની પરીક્ષા સંદર્ભે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું

હિન્દ ન્યુઝ, ડાંગ

   ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીના ડીગ્રી એન્જીનિયરીંગ ફાર્મસી તેમજ મેડીકલ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) ૨૦૨૫ પરીક્ષા આગામી તા.૨૯/૦૩/૨૦૨૬ને રવિવારના રોજ યોજનાર છે. 

આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી અને મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે, તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જાહેર હિતમાં ડાંગના અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એસ.ડી.તબીયાર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ એક જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે. 

આ પરીક્ષા ૧. સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા આહવા યુનિટ-૧, તા.આહવા. અને ૨. સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા આહવા યુનિટ-૨ તેમજ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કુલ, આહવા ખાતે યોજાનાર છે. જેનો સમય સવારે ૧૦:૦૦ થી બપોરે ૦૪:૦૦ કલાક સુધીનો રહેશે.

જે મુજબ, ઉપરોક્ત પરીક્ષા કેન્દ્રોની ચારે તરફ ૧૦૦ મીટરનાં વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે, તેમજ પરીક્ષાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે, તથા પરીક્ષા કેન્દ્રોની આસપાસ આવેલ તમામ ઝેરોક્ષ સેન્ટરો પરીક્ષા સમય દરમિયાન સમય: ૦૯.૦૦ થી ૧૬.૦૦ સુઘી બંધ રાખવા જણાવેલ છે. તેમજ પરીક્ષા કેન્દ્રો પર નિયત પરીક્ષા કાર્યક્રમ દરમિયાન પરીક્ષા કેન્દ્રો તથા બિલ્ડીંગોના વિસ્તારના ચારે તરફ ૧૦૦ મીટરના વિસ્તારમાં નીચે મુજબના કૃત્યો પર પ્રતિબંધ ફરમાવાયો છે. 

(૧) પરીક્ષા કેન્દ્ર થી ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ચાર કે તેથી વધુ શખ્સોએ ભેગા થવુ નહી. સભાઓ ભરવી કે બોલાવવી નહી. તેમજ સરઘસ કાઢવુ નહી, 

(૨) પરીક્ષા કેન્દ્ર થી ૧૦૦ મીટરની ત્રિજ્યામાં તમામ ઝેરોક્ષ સેન્ટરો ચાલુ રાખવા પર પ્રતિબંધ,

(૩) પરીક્ષા કેન્દ્ર થી ૧૦૦ મીટરની ત્રિજ્યામાં પરીક્ષા દરમિયાન લાઉડ સ્પિકર વગાડવા પર પ્રતિબંધ, 

(૪) પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ ઉપરના સ્ટાફ કે અઘિકૃત વ્યક્તિ સિવાય કોઇએ અનઅઘિકૃત પ્રવેશ કરવો નહિ.

ઉપર જણાવેલ પ્રતિબંધો આવશ્યક સેવા તથા પરીક્ષામાં ફરજની કામગીરીમાં રોકાયેલા હશે તેમને તેમજ પ્રતિબંધિત વિસ્તારમાંથી સ્મશાન યાત્રામાં જતા ઇસમોને લાગુ પડશે નહી. 

આ જાહેરનામાના કોઈ પણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

જાહેરનામાનો ભંગ/ઉલ્લધન કરનાર વ્યક્તિને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. તેમજ આ જાહેરનામાંના ભંગ થયે ડાંગ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અઘિકારીશ્રીઓ તથા પરીક્ષાના સંચાલન સાથે સંકળાયેલ સંબંઘિત અઘિકારીશ્રી/કર્મચારીશ્રીને ફરિયાદ માંડવા અધિકૃત કરવામાં આવ્યા છે. 

આ જાહેરનામું તારીખ ૨૯/૦૩/૨૦૨૬ના રોજ સમય ૦૮.૦૦ થી ૧૭.૦૦ કલાક સુધી અમલમાં રહેશે.

Related posts

Leave a Comment