વાવર ગામે પાણી માટે વલખાં મારતી મહિલાઓ

હિન્દ ન્યૂઝ, કપરાડા

                                        કપરાડા તાલુકાના વાવર ગામે પાણી માટે મહિલાઓ વલખાં મારી રહ્યા છે. હજુ તો શિયાળાની શરૂઆત થઈ છે ત્યાં જ મહિલાઓની હાલત પાણી માટે કફોડી બની છે.

 

                                         ગુજરાતમાં ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં શિયાળાની શરૂઆતમાં જ વાવર ગામના લોકો પીવાના પાણીની તીવ્ર તંગી નો સામનો કરી રહ્યા છે. પીવાના પાણીની સમસ્યાને પગલે ગામમાં લોકોએ ન્હાવા કે પછી કપડાં ધોવા જેવા કામોમાં ખુબજ તકલીફ ભોગવી રહ્યા છે. નેતાઓ ફક્ત ચૂંટણી ટાણે મોટા વાયદા કરીને જતા હોય છે. 

 

“ગ્રામજનોની માંગ ઉઠી છે કે શિયાળાની શરૂઆતમા જ પાણી ની તકલીફ ભોગવાની હોય તો ઉનાળામા શું થશે ? “

 

                                         એટલે  તાત્કાલિક ધોરણે સ્થાનિક નેતાઓ તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સ્થળ નિરીક્ષણ તેમજ સર્વે કરી વહેલી તકે પીવાના પાણીનો સમસ્યાઓનો ઉકેલ લાવે તેવી માંગ કરી રહ્યા છે.

 

રિપોર્ટર : કૃતેશ પટેલ, વલસાડ

Related posts

Leave a Comment