બાલચોંઢી ગામે કપરાડા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન બાબતે બેઠક કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, કપરાડા

                                               કપરાડા તાલુકાના બાલચોંઢી ભુવનેશ્વર મહાદેવના પટાંગણમાં આવનારી ચૂંટણીને લઈને એક સંગઠનની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આવનાર જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણી અંગે સમીક્ષા – સંગઠન જેવા મુદ્દાઓને ધ્યાને રાખી ચર્ચા વિચારણા કરવામાં આવી. આવનારી ચૂંટણીમાં જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારોના નામો વહેલી તકે જાહેર કરવામાં આવે, જેથી ઉમેદવારને મતદારો સાથે મુલાકાત તેમજ ચૂંટણી પ્રચાર જોરશોરથી કરી શકે. જેવા વિવિધ મુદ્દાઓને ધ્યાન માં રાખી સૌ કાર્યકર્તાઓ સાથે એક સંગઠન બેઠક યોજવામાં આવી હતી.

                                              આ કપરાડા કોંગ્રેસ સમિતિની સંગઠન બેઠકમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ પટેલ, કપરાડા કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા બાબનભાઈ રાઉત, વલસાડ જિલ્લા એન એસ.યુ.આઈ.ના પ્રમુખ દશરથભાઈ કડું, કપરાડા તાલુકા એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ મનુભાઈ જાદવ, હરેશભાઈ પટેલ, દશમાભાઈ ધનારીયા, રમેશભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, બચુભાઈ ભગરીયા, જિલ્લા પંચાયત સદસ્ય ઘોટણ કાંતાબેન વગેરે મોટી સંખ્યામાં સરપંચો તેમજ કોંગ્રેસી કાર્યકાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : કૃતેશ પટેલ, વલસાડ

Related posts

Leave a Comment