ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રદેશ પ્રતિનિધિ દ્વારા નડિયાદ તાલુકા ના ઉત્તરસંડા ગામ મા મિટિંગ નું આયોજન

હિન્દ ન્યૂઝ, ઉત્તરસંડા

 ઉત્તરસંડા (નડિયાદ) ખાતે અતુલભાઈ પટેલ જેઓ ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રદેશ પ્રતિનિધિ દ્વારા નડિયાદ તાલુકા માં આવેલા ઉત્તરસંડા ગામ મા મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું.

                                     આ પ્રસંગે ગામ ના વડીલ વર્ગ તથા યુવા વર્ગ મિટિંગ મા ઉત્સાહ અને ઉમંગ થી હાજરી આપી હતી. તેમજ કોંગ્રેસ ના પ્રદેશ પ્રતિનિધિ અતુલભાઈ દ્વારા ભાજપ સરકારે કરેલા ખેડૂતો ના કાળા કાયદા તથા સંગઠન માટે માર્ગદર્શન આપ્યું તથા સ્થાનિક સ્વરાજ ચૂંટણી વિશે માર્ગદર્શન આપ્યું. ભાજપ સરકાર દ્વારા ખેડૂતો પર થતા અન્યાય વિશે પણ સંપૂર્ણ માહિતીઓ આપી. તથા હાલ મા પંજાબ રાજ્ય મા ભાજપ સરકાર દ્વારા કરેલા અત્યાચાર વિશે જાણવ્યુ અને અતુલભાઈ એ વધુમાં જણાવ્યુ કે કોંગ્રેસ સરકાર સત્તા પર આવશે ત્યારે ખેડૂતો ને આર્થિક રીતે સંપૂર્ણ મદદ મળી રહે તે રીતે કોંગ્રેસ પાર્ટી ખેડૂતો ને મદદ કરતી રહેશે અને હાલમાં અને ભવિષ્યમાં પણ ખેડૂતો સાથે એક સાથે રહશે અને ખેડૂતો ને આગળ લાવવા મદદ કરશે તેમ અતુલભાઈ પટેલ એ મિટિંગ માં જણાવ્યું હતું.

મિટિંગ ના અંતે અતુલભાઈ પટેલ એ હાજર રહેલા બધાજ સભ્યો નો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, ખેડા

Related posts

Leave a Comment