ડીસા ની મહિલા તબીબ એ વિવિધ સંસ્થાઓ સાથે જોડાઈ કર્યા અનેકોનેક સેવા કાર્ય

હિન્દ ન્યૂઝ, ડીસા 

 

                                                                 ડીસા ના મહિલા તબીબ અને વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા ડોક્ટર રીટાબેન પટેલ છેલ્લા કેટલાક વર્ષોથી અનુકૂળ સેવાનું કાર્ય કરી રહ્યા છે. જેમાં ગરીબ પરિવારોને જરૂરી ચીજવસ્તુઓનો વિતરણ કરવામાં આવ્યું છે. આ તબીબ મહિલાના સેવા કાર્યને શહેરીજનો પણ બિરદાવી રહ્યા છે, તેમજ અનેક સંસ્થાઓ દ્વારા તબીબી મહિલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું છે.

                                                                ડીસા શહેર માં રહેતા ડો. રીટાબેન પટેલ તબીબી ફિલ્ડમાં અભ્યાસ કરી અને પોતાનો માઈક્રો લેબ્સ ના નામે મેડીકલ લેબ નો વ્યવસાય શરૂ કર્યો તેમજ પતિ ડો. હિરેન ભાઈ પટેલ (એમ.બી.બી.એસ. એમ.ડી) બાળકોના ડોક્ટર (આદર્શ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડીસા) જેઓએ પણ સામાજિક અને શિક્ષણમાં કાર્યો કરી પોતાની સ્વભાવની સાથે નામના મેળવી છે. રીટાબેન જે ઓ એ સ્ત્રી સમાજ ડીસા સંસ્થામાં લાંબા સમય સુધી પ્રમુખ , મંત્રી, ખજાનચી જેવા વિવિધ જવાબદારી નિભાવવાની સાથે નવરાત્રી મહોત્સવ, શૈક્ષણિક, સામાજીક, ધાર્મિક, ચિત્રકલા ની સાથે જરૂરિયાત મંદ પરિવારો ને રાસન કીટ વિતરણ જેવા અનેક સેવાકીય કાર્યો કર્યા છે. તેમજ રોટરી ક્લબ ડીસા ડિવાઇન ના ચાર્ટર પ્રેસીડેન્ટ તરીકે તેઓએ બહેનો ને સાથે રાખીને એક સેવાનું યુનિટ શરૂ કર્યું છે. ડો રીટાબેન પટેલ નું રોટરી ક્લબ ડીસા ડીવાઈન, સ્ત્રી સમાજ, ભારત વિકાસ પરિષદ , કલા સૃષ્ટી ફાઉન્ડેશન, ચૌધરી સમાજ, ભવ્ય ભારત અભિવાદન ગ્રૂપ , વિશ્વ હિન્દુ પરિષદ, શ્રીમાન ચેરી. ટ્રસ્ટ, રોટરી ક્લબ થરાદ જેવી અનેક સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે.

એહવાલ : કંચનસિહ વાઘેલા, ડીસા

Related posts

Leave a Comment