ડીસાના થેરવાળા ગામે બે આખલા વચ્ચે યુધ્ધ ખેલાતા ગ્રામજનોમાં મચી દોડધામ

હિન્દ ન્યૂઝ, ડીસા

                                                   ડીસા તાલુકાના થેરવાળા ગામે છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોનો ત્રાસ ખૂબ વધી ગયો છે. અનેકવાર રખડતા ઢોરોના લીધે રાહદારીઓને ઈજાઓ પણ પહોંચી છે, ત્યારે ગઈકાલે બપોરે ગામના નવાવાસ વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે યુદ્ધ ખેલાતા આસપાસના દુકાનદારો અને ત્યાંથી પસાર થતાં રાહદારીઓમાં દોડધામ મચી ગઇ હતી. જોકે ગ્રામજનોએ પાણીનો મારો અને લાકડીઓ વડે ભારે જહેમત બાદ બંને આખલાઓ ને છૂટા પાડ્યા હતા.

એહવાલ : કંચનસિહ વાઘેલા, ડીસા

Related posts

Leave a Comment