હિન્દ ન્યૂઝ, ભાભર
બનાસકાંઠા ના સરહદી વિસ્તારમાં કેનાલો ખેડૂતો માટે આર્શીવાદ સમાન સામે મુશીબત સાબિત સમાન થતી હોય છે. સરહદી વિસ્તારમાં કેનાલો માં ગાબડાં પડતા રહ્યા છે ત્યારે વધુ એક ગાબડું ભાભર ના ખારા ગામ ની સીમ માં થી પસાર થતી કેનાલમાં વિસ કૂટ નું ગાબડું પડ્યું જેમાં સરહદી વિસ્તારમાં ખેડૂતો ને સિંચાઇ નું પાણી મળી રહે ખેડૂતો સારો પાક લઈ ને સમૃદ્ધ બને છે. રાજ્ય સરકાર દ્વારા કેનાલો બનાવવામાં આવી છે. સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડાં પડવાથી ખેડૂતો પાયમાલ થઈ જતાં હોય છે. કેનાલો બનાવવામાં આવી છે તે પણ હલ્કી ગુણવત્તા નો માલસામાન વાપરી ને બનાવવા મા આવી છે તેમજ કેનાલો ના કામો માં ભ્રષ્ટાચાર થયો હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે તેમજ કેનાલો ના કામો ની દેખ રેખ જવાબદાર એવા સરકારી બાબુ ઓ ઓફિસો માં બેસી કોન્ટ્રાક્ટરો ના બીલો બારો બાર મંજૂર કરતા હોવાના આક્ષેપ ખેડૂતો દ્વારા થઈ રહ્યાં છે. ત્યારે મીઠા થી સણવા જતી માઈનોર કેનાલ ભાભર ના ખારા ગામ ની સીમ માં થી પસાર થતી કેનાલમાં સવારે ચાર વાગ્યા આસપાસ વિસ કૂટ ગાબડું પડતાં હજારો લીટર પાણી વેડફાઈ ગયું હતું.
અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર