સમગ્ર કચ્છમાં કોવીડ-૧૯ના નિયંત્રણો ૨૫મી ફેબ્રુઆરી સુધી લંબાવવાના આદેશ કરાયા

હિન્દ ન્યુઝ, ભુજ

નોવેલ કોરાના વાયરસ (COVID-19) કે જેને WHO ઘ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંઘમાં કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. સરકારના ગૃહ વિભાગના હુકમ ક્રમાંક વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨-B તા ૧૦/૦૨/૨૦૨૨ વાળા હુકમથી સમગ્ર રાજયમાં તા.૧૮/૨/૨૦૨૨ સુધી અમલમાં રહે તે રીતે કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યા હતા. સરકારના ગૃહ વિભાગના હુકમ તા.૧૭/૦૨/૨૦૨૨ વાળાથી રાજ્યમાં કોવિડ-૧૯ની વર્તમાન પરિસ્થિતિની પુનઃસમીક્ષા કરીને નિયંત્રણોની અવધિ તા ૨૫/૦૨/૨૦૨૨ સુધી સવારના ૦૫.૦૦ કલાક સુધી લંબાવવામાં આવી છે. જેથી કલેકટર પ્રવિણા ડી.કે. દ્વારા સમ્રગ કચ્છ જિલ્લામાં આ મુજબના નિયંત્રણો ફરમાવાયા છે. સમગ્ર રાજયમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક (લગ્ન સહિત), શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો, રમત-ગમતની પ્રવૃત્તિઓ, અન્ય તમામ જાહેર સમારંભો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ તથા મનોરંજક સ્થળોમાં-ખુલ્લા સ્થળોમાં સ્થળની ક્ષમતાના મહત્તમ ૭૫% વ્યકિતઓ જયારે બંધ સ્થળોએ સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦%ની મર્યાદામાં વ્યકિતઓ એકત્રિત શકશે. લગ્ન પ્રસંગ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે નહીં. તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓ માટે વેક્સિનના બે ડોઝ ફરજિયાત રહેશે. જિલ્લાના તમામ નાગરિકોને ફરજિયાત માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ તેમજ સરકાર દ્વારા જાહેર કરાતી કોરોના કોવિડ-૧૯ની માર્ગ દર્શિકાનું પાલન કરવાનું રહેશે. આ જાહેરનામાના ભંગ બદલ The EPIDEMIC DISEASES Act-1897 અન્વયે The GUJARAT EPIDEMIC DISEASES COVID-19 REGULATION, 2020ની જોગવાઈઓ, ઈન્ડિયન પિનલ કોડની કલમ ૧૮૮ તથા The Disaster Management Act ની જોગવાઇઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે તેવું જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવિણા ડી.કે. દ્વારા ફરમાવવામાં આવેલ છે.

Related posts

Leave a Comment