બોટાદ જિલ્લામાં તુવેર, ચણા અને રાયડાનું વાવેતર કરેલ હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડુતો ઓનલાઇન રજીસ્ટ્રેશન નોંધણી તા. ૨૮/૦૨/૨૦૨૨ સુધી કરી શકશે

હિન્દ ન્યુઝ, બોટાદ

રવી સીઝન ૨૦૨૧-૨૨ માં તુવેર, ચણા અને રાયડાનો લઘુતમ ટેકાના ભાવે અનુક્રમે રૂપીયા ૧૨૬૦ પ્રતિ મણ ૧૦૪૬ પ્રતિ મણ અને ૧૦૧૦ પ્રતિ મણ ખરીદી કરવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં તુવેર, ચણા અને રાયડાનું વાવેતર કરેલ હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડુતોનું ઓનલાઇન રજીસ્ટ્રેશનની નોંધણી તારીખ ૨૮/૦૨/૨૦૨૨ સુધી નોંધણી કરી શકાશે. નોંધણી પ્રકીયા ગ્રામ્ય કક્ષાએ “વિલેજ કોમ્યુટર એન્ટરપ્રીન્યોર” (VCE) મારફત કરાવી શકશે. જે માટે ખેડુતે ૭/૧૨ ૮ અ, આધારકાર્ડ, વાવેતરનો દાખલો અને બેન્ક ખાતાની પાસ બુકની નકલ સાથે રાખી નોંધણી કરાવી શકાશે. ટેકાના ભાવે ખરીદીની માર્ગદર્શીકા મુજબ એક ખેડુત પાસેથી (તુવેર, ચણા અને રાયડો) પાકની વધારેમાં વધારે ૨૫૦૦/- કિ.ગ્રા. (૧૨૫ મણ) સુધી વાવેતરની મર્યાદામાં ખરીદી કરવામાં આવશે જેની તમામ ખેડુતોએ નોંધ લેવા બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment