બોટાદ જિલ્લામાં બાળ સુરક્ષા કાયદાકીય તેમજ બાળ અને દિવ્યાંગ કલ્યાણ કાયદાઓ અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, બોટાદ

જિલ્લા બાળ સુરક્ષા એકમ બોટાદ દ્વારા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એસ.એલ.ડવના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વી.એસ.શાહના અધ્યક્ષસ્થાને તાજેતરમાં બાળ કાયદાઓ વિષયક તાલીમ કાર્યક્રમ જિલ્લા પંચાયત કોંન્ફરન્સ હોલ બોટાદ ખાતે સ્પેશ્યલ ટીચરો સાથે યોજાયો હતો. આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, વી એસ શાહ દ્વારા નિરામયા આરોગ્ય વીમા યોજના, ગાર્ડિયનશીપ તેમજ સ્પેશ્યલ ટીચરો દ્વારા ગત તાલીમ બાદ થયેલ સફળ કામગીરી વિશે જણાવવામાં આવેલ. આ તાલીમમાં જિલ્લા રોજગાર અધિકારી પી.કે.ત્રિવેદી દ્વારા દિવ્યાંગો રોજગાર મેળવે અને તેઓ પગભર બની શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ દિવ્યાંગો રોજગારમાં સફળતા મેળવે તે અંગે માહિતગાર કર્યા હતા. જિલ્લા રમત ગમત અધિકારી એન.ટી ગોહિલ દ્વારા દિવ્યાંગ બાળકો, યુવાનો પોતાની આવડત મુજબ રમત-ગમત ક્ષેત્રે આગળ વધે તેમજ દિવ્યાંગો દ્વારા પણ રમત ગમત ક્ષેત્રે પણ સિદ્ધિઓ મેળવેલ છે. પોતાના મજબૂત મનોબળ દ્વારા સામાન્ય વ્યક્તિ કરતા પણ સમાજ, રાજ્ય અને દેશ લેવલે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.આપણા દિવ્યાંગ બાળકો રમત ગમત ક્ષેત્રે આગળ વધારવા પ્રયત્ન કરીએ દિવ્યાંગોને રમત ઉત્સવમાં ભાગ લેવા વધુમાં જણાવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં સુરક્ષા અધિકારી ગોરધનભાઈ મેર દ્વારા કાર્યક્રમ સંચાલન અને બાળ તેમજ દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી. તાલીમ આયોજન સુરક્ષા અધિકારી જિતેન્દ્રભાઈ કારેલીયા તેમજ લીગલ કમ પ્રોબેશન ઓફિસરશ્રી હેમાંગીની બેન આર્ય દ્વ્રારા કાર્યક્રમના અંતે આભાર વિધિ કરી હતી. આ તાલીમને સફળ બનાવવા સમગ્ર શિક્ષા અભિયાનના આઈ.ડી કો ઓર્ડિનેટર જગતભાઇ મારુ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એસ.એલ.ડવ, જિલ્લાના તમામ સ્પેશ્યલ ટીચરો તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ સ્ટાફ ઉપસ્થિત રહેલ.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment