ધાન્ધાર જૂથ નાયી સમાજ દ્વારા તેરમો સમૂહ લગ્નોત્સવ યોજાયો

હિન્દ ન્યુઝ, પાલનપુર

પાલનપુર ના કુંભાસણ ગામે ધાન્ધાર જૂથ નાયી સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવ નું આયોજન નીલકમલ ફાર્મ હાઉસ પર કુંભાસણ ગઢ રોડ પર કરાયું જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ડીસા ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા, પ્રમુખ મહિલા મોરચો અંબાજી મંજુલાબેન ભાટી, પૂર્વ પ્રમુખ ધાન્ધાર, જૂથ નાયી સમાજ પ્રદીપભાઈ વૈદ્ય, મામલતદાર ગરબાડા (દાહોદ) અનિલ ભાઈ જાદવ. ટી. ડી. ઓ. સરસ્વતી તાલુકો ચંપકભાઈ લિંબાચિયા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગ માં કુલ-૨૬ નવદંપતી એ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં અને આવનાર સમાજ ના ભાઈઓ બહેનો ના નવદંપતી એ આર્શીવાદ લીધા હતા. સમાજ માં આ રીતે દર વર્ષે આ આયોજન થતું હોવાથી સમાજ ના દરેક ભાઈઓ ને ઓછા ખર્ચ માં દીકરી ના લગ્ન કરી શકે છે જેથી સમાજના લોકો ખૂબ આનંદ થી આ સમૂહ લગ્ન ની ઉજવણી કરતા જોવા મળ્યા હતા જ્યારે સમાજ ના લોકો ને પૂછવામાં આવતા લોકો એ આ વખતે સમૂહ લગ્નોત્સવ ખૂબ સારી રીતે કોઈ પ્રકાર ની મુશ્કેલી વિના ખૂબ સુંદર આયોજન કરતા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમૂહ નું આયોજન કરવામાં જ્યારથી આવે છે ત્યારથી દરેક દીકરીઓ ના સ્મિત જોવા મળે છે નાયી સમાજ ના દાતાઓ દ્વારા ખૂબ સારી એવી દીકરીઓ ને ઘરવખરી ની વસ્તુઓ દાતાઓ દ્વારા આ વખતે રૂ. અગિયાર હજાર ના સર્ટિ આપવામાં આવે છે તથા ભોજન નું પર સુંદર આયોજન કરવામાં આવ્યુ હતું.

રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, પાલનપુર

Related posts

Leave a Comment