રાજકોટ શહેર આગામી ૧૫ જૂન સુધી આવકવેરા વિભાગ કચેરી ખાતે ફરિયાદ નિવારણ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨.૫.૨૦૨૦ ના રોજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ એટલે સી.બી.ડી.ટી દ્વારા આગામી ૧૫ જૂન સુધી આવકવેરા વિભાગ કચેરી ખાતે ફરિયાદ નિવારણ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ૧૫ દિવસ દરમિયાન કોઈપણ કરદાતાઓ કે જેઓના જૂના અપીલના કેસો, વિવાદિત ડિમાન્ડની રકમ, ટીડીએસમાં અસામનતા, ભૂલ સુધારણા સહિતની અરજીઓનું નિરાકરણ લાવવામાં આવશે. જે માટે કરદાતાઓએ ઓનલાઈન અરજી કરવી પડશે. આ સમયગાળા દરમિયાન કરદાતાઓ આવકવેરા વિભાગના અધિકારીને પણ ઓનલાઈન માહિતી આપી શકશે. આવકવેરા વિભાગના સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ૧લી જૂનથી ૧૫ જૂન સુધી ગ્રીવેન્સ રિડ્રેસલ સેલ ચાલુ રહેવાનું હોવાથી કરદાતાઓ તેનો લાભ ઉઠાવે અને તેમની અરજીનો ત્વરીત નિકાલ કરે તે માટે આ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment