રાજકોટ શહેર જીલ્લા કલેકટર તંત્રની તમામ સેવાઓ આજથી સંપૂર્ણ અનલોક

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કોરોનાની મહામારીના કારણે લોકડાઉન અમલમાં હતું. આ દરમિયાન જનજીવનને ધબકતું રાખવા જિલ્લા કલેકટર કચેરી ખાતે ઇમરજન્સી કામગીરીઓ ચાલતી હતી. કચેરીમાં પાસ, મંજૂરી આપવા સહિતની મુખ્યત્વે કામગીરીઓ કરવામાં આવી રહી હતી. હવે આ કામગીરી બંધ થતાં જિલ્લા કલેકટર કચેરી અને તેના હેઠળ આવતી કચેરીઓ આજથી વિધિવત શરૂ થઈ ગઈ છે. કલેકટર કચેરી, પ્રાંત કચેરીઓ, મામલતદાર કચેરીઓ, જનસેવા કેન્દ્રો, ઝોનલ ઓફિસો અને ઇ ધરા કેન્દ્રોમાં આજથી રૂટિન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં અરજદારો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેના પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વધુમાં હવે બોર્ડ પણ શરૂ થશે. જેમાં સોશિયલ ડિસ્ટન્સના પાલન માટે મર્યાદિત કેસો જ રાખવામાં આવશે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment