જેતપુરમાં સગીરા ઉપર છરીની અણીએ દુષ્કર્મ, આરોપીને સમજાવવા જતા હુમલો કર્યો

જેતપુર,

જેતપુર શહેરમાં છેલ્લા એક માસમાં દુષ્કર્મનો ત્રીજો બનાવ બનવા પામ્યો છે. જુનાગઢ રોડ પર રહેતા શ્રમીક પરિવારની સગીર પુત્રીને છરી બતાવી દુષ્કર્મ ગુજારનાર શખ્સને સમજાવવા જતાં બે શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો.બનાવની વિગત એવી છે કે અત્રેના જુનાગઢ રોડ જલારામ મંદિર પાસે આવેલ ઝુપડામાં રહેતા શ્રમીક પરિવાર શનિવારે સાંજે જમવા બેઠા હતા ત્યારે તેમની સગીરવયની પુત્રી ચર્ચા કરતા તેમણે જણાવેલ કે તેની બાજુના ઝુપડામાં રહેતા બદુ હકુ વાઘેલાએ ત્રણકે માસ પહેલા છરી બતાવી મારી નાખવાની ધમકી આપી,

દુષ્કર્મ ગુજારેલ જેથી આ બાબતે સગીરા તથા તેના માતા પિતા સમજાવા જતા બદુ તથા તેનો ભાઇ બાવ બંન્નેએ ઉશ્કેરાઇ જઇ લોખંડના પાઇપ વડે ત્રણેય ઉપર હુમલો કરતા ૧૦૮ મારફત સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડેલ જ્યાં સગીરાના પીતાની ફરીયાદ પરથી પોલીસે બદુ અને બાવ બંન્ને વિરુધ્ધ આઇપીસી ૩૨૩,૩૨૫, ૫૦૪, ૧૧૪ જીપી એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જ્યારે શ્રમિક પરિવારની સગીરાને છરી બતાવી અવાર નવાર દુષ્કર્મ આચરનાર બદુ હકુભાઇ વાઘેલા વિરુધ્ધ સગીરાની માતાની ફરીયાદ પરથી આઇપીસી ૩૭૬. ૫૦૬(૨) પોકસો ૪,૫,(૧) એલ. .૬. જીપી એકટ ૧૩૫ મુજબ મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ પીએસઆઇ એસ.આર. ખરાડી ચલાવી રહ્યા છે.

રિપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Related posts

Leave a Comment