આણંદ જિલ્લામાં ચૂંટણી પ્રચાર કે અન્ય હેતુ માટે જાહેરમાં લાઉડ સ્પીકર વગાડવા પર નિયંત્રણ

હિન્દ ન્યુઝ, આણંદ 

    લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે સમગ્ર ગુજરાતની સાથે આણંદ જિલ્લામાં પણ તા. ૭, મે ૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણી જાહેર થતાં જ આણંદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનું કડકપણે પાલન થાય તે માટે આણંદ જિલ્લા મેજીસ્ટ્રેટએ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધાત્મક હુકમ કર્યા છે.

       આ જાહેરનામાંમા જણાવ્યા પ્રમાણે ચુંટણી પ્રચારના કામે યોજાતી સભા/સરઘસ કે રેલીમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ સવારના ૬-૦૦ કલાક પહેલાં અને રાત્રીના ૧૦-૦૦ કલાક પછી કરવો નહિ. ચૂંટણી પ્રચારના કામે વાહન ઉપરના સ્ટેટેટીક અથવા માઉન્ટેડ/લગાડેલ ફરતા લાઉડ સ્પીકરનો ઉપયોગ સવારના ૬-૦૦ કલાક પહેલાં અને રાત્રીના ૧૦-૦૦ કલાક પછી કરવો નહિ.

        વધુમાં,સક્ષમ અધિકારીએ પરવાનગી આપેલ હોય તે સિવાય કોઈપણ સ્થળે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહિ.ઉક્ત પરવાનગીમાં સ્પષ્ટ નિર્દેશ કરેલ ન હોય તો પણ લાઉડસ્પીકરનો ઉપયોગ સવારના ૬-૦૦ કલાક પહેલા અને રાત્રીના ૧૦-૦૦ કલાક પછી કરી શકાશે નહિ. કોઈપણ મતદાર વિસ્તારમાં મતદાન પૂર્ણ થયાના અગાઉના ૪૮ કલાકની મુદત દરમ્યાન પ્રચાર પર પ્રતિબંધ હોઈ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહી.

        આ જાહેરનામું તા. ૧૩/૦૫/૨૦૨૪ સુધી અમલમાં રહેશે.

        આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક પગલા લેવામાં આવશે ઉપરાંત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ અન્વયે સજાપાત્ર છે.

Related posts

Leave a Comment