આર.ટી.ઓ. કચેરી દ્વારા પ્રાઇવેટ દ્વિચક્રી મોટર વાહનની નવી સીરીઝ માટે અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    આર.ટી.ઓ કચેરી, ભાવનગર દ્વારા પ્રાઇવેટ દ્વિચક્રી મોટર વાહન માટેની નવી સીરીઝ GJ-04-EM 0001 થી 9999 ની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. જેમાં તા. 27-04-2024 થી તા. 2-05-2024 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા. 02-05-2024 થી તા. 04-05-2024 સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી, ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભાવનગરની યાદીમાં જણાવવામા આવ્યુ છે.

Related posts

Leave a Comment