પીએમ શ્રી સજના તલાવડી પ્રાથમિક શાળાના આચાર્યા જિનેશાબેન શાહની રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી

૫ મી સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    તાલુકાની જિલ્લા પંચાયત હસ્તકની પીએમ શ્રી સજના તલાવડી પ્રાથમિક શાળામાં આચાર્યા તરીકે છેલ્લા ૧૦ વર્ષ થી ફરજ બજાવતા જિનેશાબેન લાભચન્દ્ર શાહની રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે.

         જિનેશાબેને જણાવ્યું કે શાળાના બાળકો રમતા રમતા શીખે તે માટે ખાસ રમકડા તૈયાર કરવામાં આવ્યા છે. શાળાના બાળકોને ખાસ ભરતગુંથણ સહિતના આર્ટ શીખવાડવામાં આવે છે અને આ માટે ખાસ ક્લાસ પણ લેવામાં આવે છે અને બાળકોને અભ્યાસની સાથે સાથ કેવી રીતે આવકનું સાધન ઊભું થઈ શકે તેવી શીખ આપવામાં આવે છે.

        તેમની સ્કૂલ ખાતે છેલ્લા દસ વર્ષ દરમિયાન ૨૦૦ કરતાં વધુ બાળકો ખાનગી શાળા છોડીને તેમની શાળામાં આવ્યા છે તેમની શાળાની આસપાસ ચાલતી બે ખાનગી પ્રાથમિક શાળાઓ બંધ થઈ ગઈ છે, તેમ તેમણે જણાવ્યું.

        વર્ષ ૨૦૨૧ માં તેમને આઈ આઈ એમ અમદાવાદ અને સોલાપુર મહારાષ્ટ્ર ખાતે ઇનોવેશન ફાઉન્ડેશન તરફથી નેશનલ ઇનોવેશન એવોર્ડ આપવામાં આવ્યો છે આ ઉપરાંત વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩-૨૪ માં શિક્ષણને લઈને શોર્ટ ફિલ્મ તૈયાર કરવામાં આવી હતી જેના માટે શિક્ષણ મંત્રીના હસ્તે તેમનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું. સ્કૂલને સ્વચ્છ વિદ્યાલય તરીકેનો પુરસ્કાર પણ મળ્યો છે.

        બાલવાટિકના બાળકોને રમતો, વાર્તાઓ, બાળગીતો દ્વારા આનંદદાયક શિક્ષણનું ભાથું પીરસવાનો પ્રયાસ કરી રહ્યા છે.

        તેમના શિક્ષણ પ્રત્યેની કામગીરીને લઈને તૈયાર કરવામાં આવેલ ઇનોવેશન પ્રોજેક્ટની રાજ્ય કક્ષાએ નોંધ લેવાઈ હતી. તેમની આ પ્રવૃત્તિઓને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા તેમની રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક માટે પસંદગી થઈ છે.

         જિનેશાબેન શાહે કહે છે કે, બાળકોનો શિક્ષણનો પાયો મજબૂત કરવામાં મને આ એવોર્ડ સતત પ્રોત્સાહન આપતો રહેશે.

        તા.૫ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે તેમને આ એવોર્ડ અર્પણ કરવામાં આવશે.


Related posts

Leave a Comment