હિન્દ ન્યુઝ, મોડાસા
U.G.V.C.L અરવલ્લી દ્વારા કિસાન સૂર્યોદય યોજના કાર્યક્રમ હેઠળ બાળકો માટે તા. ૦૮/૦૧/૨૦૨૧ ના રોજ તલ-ચીકી નું વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં U.G.V.C.L દ્વારા અરવલ્લી ચાઈલ્ડ હેલ્પ લાઈન ૧૦૯૮ ને ૧૦ બોક્સ ચીક્કી આપવામાં આવી. અરવલ્લી ચાઈલ્ડ લાઈન ટીમ દ્વારા મોડાસા શહેર ના મેઘરજ ચોકડી, ઓધારી તળાવ, શાસ્ત્રીનગર, ડુગરવાડા બાય-પાસ રોડ ઉપર અન્ય જીલ્લા માંથી આવેલા સ્થળાંતરીત શ્રમિકો જેઓ પોતાના પરિવાર સાથે આ વિસ્તાર માં રહે છે. અત્યારે સ્કૂલો બંધ હોવા થી શ્રમિક પરિવારો બાળકો ને સાથે લઈને કામ માટે મોડાસા શહેર ના આ વિસ્તારો માં વસેલા છે. અત્યારે ઠંડી ની ઋતુ માં અન્ય પરિવાર ના બાળકો તલ ની વસ્તુ નો આનંદ માણે છે અરવલ્લી ચાઈલ્ડ લાઈન ૧૦૯૮ દ્વારા U.G.V.C.Lના કિસાન સૂર્યોદય યોજના બાબતે મળેલ તલ-ચીકી નું વિતરણ આ શ્રમિક પરિવારોના બાળકો માં તા. ૦૮/૦૧/૨૦૨૧ અને ૦૯/૦૧/૨૦૨૧ દરમિયાન કરવામાં આવ્યું. આ શ્રમિકો ના કુલ ૧૫૦ બાળકો ને તલ-ચીકી નું વિતરણ કરવામાં આવ્યું.
રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા