શ્રાવણ મહિનાની માસિક શિવરાત્રી પર સોમનાથ મહાદેવને ભસ્મ-દર્શન શૃંગાર

હિન્દ ન્યુઝ, સોમનાથ

     શ્રવણ કૃષ્ણ ચતુર્દશી પર સોમનાથ મહાદેવને ભસ્મ દર્શન શૃંગારથી સુશોભિત કરવામાં આવ્યા હતા. એક તરફ જ્યારે અન્ય દેવતાઓ સોનુ અને રત્ન જડિત આભૂષણો પહેરે છે ત્યારે શિવજીનો શણગાર ભસ્મ માનવામાં આવે છે. ભસ્મ એ નશ્વરતાનું પ્રતીક છે. કોઈપણ મોટી શક્તિ વસ્તુ કે વ્યક્તિ એક દિવસ પંચમહાભૂતમાં વિલીન થાય છે. એટલે જ શિવજીને ભસ્મ પ્રિય છે. આજરોજ માસિક શિવરાત્રિના અવસરે સોમનાથ જ્યોતિર્લિંગ પર ભસ્મ નો લેપ લગાવવામાં આવેલ. સોમનાથ મહાદેવના આ અલૌકિક શૃંગારના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા.

Related posts

Leave a Comment