ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાનાર પરીક્ષા સંદર્ભે ડાંગના અઘિક જિલ્લા મેજિસ્ટ્રેટનુ જાહેરનામુ

હિન્દ ન્યુઝ, ડાંગ

     ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૬ માં લેવાનાર ધોરણ-૧૦ (એસ.એસ.સી.), ધોરણ-૧૨ (એચ.એસ.સી.) સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના નિયમિત/રીપીટર/પૃથ્થક/ખાનગી ઉમેદવારોની પરીક્ષાઓ તા.૨૬/૦૨/૨૦૨૬ થી તા.૧૮/૦૩/૨૦૨૬ દરમિયાન યોજાનાર છે. વિદ્યાર્થીઓ આ પરીક્ષા નિર્ભયપણે અને મુક્ત વાતાવરણમાં આપી શકે તે માટે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુસર ડાંગના અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.ડી.તબિયાર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ (BNSS) ની કલમ-૧૬૩ અન્વયે પરીક્ષા કેન્દ્રો પર નિયત પરીક્ષા કાર્યક્રમ દરમિયાન પરીક્ષા કેન્દ્રથી ૧૦૦ મીટર ત્રિજ્યામાં નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

એસ.એસ.સી.(માઘ્યમિક) પરીક્ષા તા. ૨૬/૦૨/૨૦૨૬ થી તા. ૧૦/૦૩/૨૦૨૬ દરમિયાન જિલ્લાના ૧૬ કેન્દ્રો ઉપર યોજાશે. પરીક્ષાનો સમય: સવારના ૧૦-૦૦ થી ૧૩-૪૫ રહેશે. ૧. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, આહવા, ૨. દિપદર્શન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, આહવા, ૩.એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કુલ, માલેગામ, ૪. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સુબીર, ૫. નવજ્યોત હાઇસ્કુલ, સુબીર, ૬. ઋતંભરા કન્યા વિદ્યાલય મંદિર હાઇસ્કુલ, સાપુતારા, ૭. એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કુલ, સાપુતારા, ૮. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, પીંપરી, ૯. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, સાકરપાતળ, ૧૦. એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કુલ, ચીંચલી, ૧૧. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, પિપલદહાડ, ૧૨. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, કાલીબેલ, ૧૩. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ચિકાર, અને ૧૪. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, રંભાસ. (૧૫) એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કુલ, આહવા, અને (૧૬) આદર્શ નિવાસી (કુમાર) શાળા વઘઇ ખાતે યોજાનાર છે.

જ્યારે એચ.એસ.સી (સામાન્ય પ્રવાહ)ની પરીક્ષા તા. ૨૬/૦૨/૨૦૨૬ થી તા. ૧૮/૦૩/૨૦૨૬ દરમિયાન જિલ્લાના ૭ કેન્દ્રો ઉપર યોજાશે. પરીક્ષાનો સમય: બપોરે ૦૩.૦૦ થી ૬.૪૫ રહેશે. જેમા ૧. એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કુલ, આહવા, ૨. દિપદર્શન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, આહવા, ૩. ઋતંભરા કન્યા વિદ્યાલય મંદિર હાઇસ્કુલ, સાપુતારા, ૪. એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કુલ, સાપુતારા, ૫.માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, રંભાસ, ૬. નવજ્યોત હાઇસ્કુલ, સુબીર, અને ૭. આદર્શ નિવાસી (કુમાર) શાળા વઘઇ ખાતે યોજનાર છે. 

તેમજ એચ.એસ.સી (વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષા તા. ૨૬/૦૨/૨૦૨૫ થી તા. ૧૦/૦૩/૨૦૨૬ દરમિયાન જિલ્લાના ૨ કેન્દ્રો ઉપર યોજાશે. પરીક્ષાનો સમય: બપોરે ૦૩.૦૦ થી ૬.૪૫ રહેશે. જેમાં ૧. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, આહવા અને ૨. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, સાપુતારા ખાતે યોજાશે. 

: પ્રતિબંઘિત કૃત્યો:

(૧) પરીક્ષા કેન્દ્રથી ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંઘ,

(૨) પરીક્ષા કેન્દ્રથી ૧૦૦ મીટરની ત્રિજ્યામાં તમામ ઝેરોક્ષ સેન્ટરો ચાલુ રાખવા પર પ્રતિબંઘ,

(૩) પરીક્ષા કેન્દ્રથી ૧૦૦ મીટરની ત્રિજ્યામાં પરીક્ષા દરમ્યાન લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંઘ,

(૪) પરીક્ષા કેન્દ્રના બિલ્ડીંગમાં કોઇ પણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલ કોઇ પણ કર્મચારીઓ કે ફરજ ઉપરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય કોઇએ અનઅઘિકૃત પ્રવેશ કરવો નહિ.

:અપવાદ:

આ હુકમ નીચેના વ્યક્તિઓને લાગુ પડશે નહી.

(૧) વધુમાં ઉપર જણાવેલ પ્રતિબંધો આવશ્યક સેવા તથા પરીક્ષામાં ફરજની કામગીરી માં રોકાયેલા હશે તેમને તેમજ પ્રતિબંધિત વિસ્તારમાંથી સ્મશાન યાત્રામાં જતા ઇસમોને લાગુ પડશે નહી. (૨) સરકારી નોકરીમાં ફરજ ઉપર હોય તેવી વ્યક્તિઓને. 

આ જાહેરનામું તા.૨૬/૦૨/૨૦૨૬ થી તા.૧૮/૦૩/૨૦૨૬ ના સમય ૨૪.૦૦ કલાક સુધી અમલમાં રહેશે.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા–૨૦૨૩ની કલમ–૨૨૩ અનુસાર સજાને પાત્ર ઠરશે. આ માટે ડાંગ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ તે તેનાથી ઉપલી કક્ષાના પોલીસ અધિકારીઓશ્રીને, આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

Related posts

Leave a Comment