સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દીવમાં ટુર્નામેન્ટનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, દીવ

    આપણે બધા જાણીએ છીએ કે 29 ઓગસ્ટ મેજર ધ્યાનચંદના જન્મદિવસને સમગ્ર ભારત દેશમાં “રાષ્ટ્રીય ખેલ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.

     “રાષ્ટ્રીય ખેલ દિવસ”ના અનુસંધાને સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ દીવ દ્વારા તારીખ 29 થી 31 ઓગસ્ટ સુધી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દીવમાં ટેબલ ટેનિસ ઓપન મેન્સ અને વુમન, ઘોઘલા બીચ ખાતે ઓપન બીચ વોલીબોલ મેન્સ, ઘોઘલા બીચ ઉપર જ ઓપન વુમન ગર્લ્સ લીંબુ ચમચી અને કોથળા દોડ તેમજ ગવર્નમેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ (ગર્લ્સ) વણાકબારા મુકામે ઓપન વોલીબોલ ગર્લ્સ / વુમન વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 

   આ ત્રિદિવસીય ખેલ રમતોત્સવમાં દીવ જિલ્લાના લગભગ 190 થી 195 જેટલા ખેલાડી ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આજના આ “રાષ્ટ્રીય ખેલ દિવસ” ના ઇનામ વિતરણ કાર્યક્રમમાં પ્રમુખ તરીકે દીવ જિલ્લા ઉપસમાહર્ત શિવમ મિશ્રા તેમજ ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ એકાઉન્ટ, પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપાલ તેમજ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના હેડ ઓફ સ્પોર્ટ્સ ગજવાની ઉપસ્થિત રહ્યા હતા. 

     દીવ જિલ્લાના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ ફિઝિકલ એજ્યુકેશન ઓફિસર નાનજી જેઠવા કાર્યક્રમમા ઉપસ્થિત દરેક લોકોનુ હાર્દિક તેમજ શાબ્દિક સ્વાગત કર્યા બાદ A/c A.P.E.O. નાનજી જેઠવાભાઈ એ દીવ જિલ્લા ઉપ સમાહર્તા મિશ્રાભાઈ નું તેમજ સીનીયર શારીરિક શિક્ષા શિક્ષક શરદભાઈ, હેડ ઓફ સ્પોર્ટ્સ ગજવાની સાહેબનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું .

     ઇન્ચાર્જ આસિસ્ટન્ટ ફિઝિકલ એજ્યુકેશન ઓફિસર નાનજી જેઠવા એ ત્રિ દિવસીય રમત ગમતનો ચિતાર રજૂ કર્યો હતો. ત્યારબાદ ડેપ્યુટી કલેકટર મિશ્રા સાહેબે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

   ત્યારબાદ ઉપ સમાહર્તા મિશ્રાભાઈ, હેડ ઓફ સ્પોર્ટ્સ ગજવાણીભાઈ, સિનિયર શારીરિક શિક્ષા શિક્ષિકા શ્રીમતી વંદનાબેન કામલિયા તેમજ શ્રીમતી પ્રફુલા કામલિયાના વરદ હસ્તે વિજેતા ખેલાડીઓને સર્ટિફિકેટ, સ્પોર્ટ્સ બેગ અને મેડલ આપી સન્માનિત કર્યા હતા.

        ઇન્ચાર્જ આસિસ્ટન્ટ ફિઝિકલ એજ્યુકેશન ઓફિસર નાનજી જેઠવા એ જણાવ્યું કે દીવ જિલ્લાના સમાહર્તા ભાનુપ્રભા મેડમ, ઉપ સમાહર્તા મિશ્રા તેમજ હેડ ઓફ સ્પોર્ટ્સ ગજવાણી નાં સતત માર્ગદર્શન તેમજ દીવ જિલ્લાના શારીરિક શિક્ષા શિક્ષક ભાઈ બહેનોના સહયોગથી સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ દીવ દ્વારા “રાષ્ટ્રીય ખેલ દિવસ”નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું.

    આ પ્રસંગે દીવ જિલ્લાના દરેક શારીરિક શિક્ષા શિક્ષકો જયંત બામણીયા, રમાકાંત સોલંકી, રમેશ રાઠોડ, વૈભવ સિંહ, અશોક બારૈયા, રવિકુમાર જેઠવા અને પ્રિયંકા સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment