કોસંબા હાઇવે પર ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક અકસ્માત, સિલિન્ડર ફૂટતા લાગી આગ

હિન્દ ન્યૂઝ, કોસંબા

કોસંબા નજીક નંદાવ ગામની હદમાં હાઇવે પરથી પસાર થતી ગેસ ના બાટલા ભરેલી એક ટ્રક ચાલક એ સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા ટ્રક નો અકસ્માત થયો હતો. ત્યાર બાદ ટ્રક માં અચાનક આગ ફાટી નીકળતાં ટ્રક માં ગેસ ના બાટલા હતા. જે ધાણીની જેમ ફૂટતા ધુમાડાના ગોટેગોટા દુર દુર સુધી દેખાય રહ્યા હતા. આસપાસ ના વિસ્તારમાં ગભરાટ સાથે નાસભાગ નો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને પગલે નેશનલ હાઈવે પર બન્ને તરફનો વાહન વ્યવહાર પોલીસ દ્વારા રોકવામાં આવેલ જેને લઈને વાહનનો ની લાંબી લાઇન (કતાર) લગતા ટ્રાફિકજામ થઈ હતી. ટ્રક મા લાગેલી આગ પર કાબુ મેળવવાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા પ્રયાસો શરુ કરાયા હતા.

રિપોર્ટર : રીયાઝ મેમણ, કઠોર

Related posts

Leave a Comment