મતદાન દિવસે દિવ્યાંગ મતદારો અને સિનીયર સિટીઝનોને મતદાન માટે પ્રાથમિકતા અપાશે

હિન્દ ન્યુઝ, ભુજ 

આગામી વિદ્યાનસભા સામાન્ય ચૂંટણી-ર૦રરમી તારીખો જાહેર થયેલ છે. જે મુજબ તા.૦૩/૧૧/૨૨૨થી ચુંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. અને જિલ્લામાં તા.૦૧/૧૨/૨૨ ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.0૩/૧૧/૨૦૧૨ થી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી ચાલશે. આગામી વિધાનસભા સામાન્ય ચુંટણીની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચૂંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે. જેથી કચ્છ-ભુજ જિલ્લા મેજીસ્ટ્રેટ દિલીપ રાણાએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪થી તેમને મળેલ સત્તાની રૂએ સમગ્ર કચ્છ જિલ્લામાં આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે મતદાનના દિવસે મતદાન મથકોએ મતદારોને અનુસરવાના હુકમો ફરમાવેલ છે. મતદારો મતદાન મથકના અધિકૃત પ્રવેશદ્વાર પર એક જ કતારમાં એક પછી એક ઉભા રહેશો અને જે મતદાન મથકમાં મહિલા મતદારો માટે અલગ કતાર હોય તો તેઓ તે મુજબ અલગ અલગ કતારમાં ઉભા રહેશે. મતદારો એક પછી એક એમ વારા-ફરતી મત આપવા મતદાન મથકમાં જશે અને એક પુરૂષ મતદાર પછી બે સ્ત્રી મતદાર મત આપવા મતદાન મથકમાં જશે. દિવ્યાંગ મતદારો અને વરિષ્ઠ નાગરીકો (સિનીયર સિટીઝન)ને મતદાન માટે પ્રાથમિકતા આપવાની રહેશે. પોતાનો મત આપ્યા પછી મતદાર તુરત જ મતદાન મથકનો વિસ્તાર છોડી ચાલ્યા જશે. આ હુકમનું ઉલ્લંઘન ક૨તાર વ્યક્તિ કે કોઇ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા આવા કોઈ વ્યક્તિ દ્વારા ઉક્ત નિયમોનું ભંગ કરવામાં આવશે તો ભારતીય ફોજદારી ધારાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાદીને પાત્ર ઠરશે.

Related posts

Leave a Comment