વડાપ્રધાનના જન્મ દિવસે ગોંડલમા રાજકોટ જિલ્લાના નગરપાલિકા વિસ્તારમાં ૯ અર્બન હેલ્થ અને વેલનેસ સેન્ટર અને ૩ બાલ સેવા કેન્દ્ગનું લોકાર્પણ કરાયું

હિન્દ ન્યુઝ, રાજકોટ 

     ધોરાજીમાં ૨ ઉપલેટામાં એક અને જસદણમાં એક મળી કુલ નવ હેલ્થ અને વેલનેસ સેન્ટર કાર્યરત કરાયા છે. જેથી ગ્રામ્ય સ્તરે આરોગ્ય સુવિધામાં વધારો થશે. આ હેલ્થ અને વેલનેસ સેન્ટરમાં એક મેડિકલ ઓફિસર, એક સ્ટાફ નર્સ, એક મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (SI), એક આયાબેન અને એક સિક્યુરિટી મળી કુલ ૫(પાંચ) જગ્યાઓ મંજુર કરવામાં આવી છે, આ તમામ ૯ મેડિકલ ઓફિસર સહિતના સ્ટાફને નિમણુક પત્રના ઓર્ડર મંત્રીના હસ્તે અપાયા હતા. આ હેલ્થ અને વેલનેસ સેન્ટર ખાતે કાયમી ઓ.પી.ડી.ની સેવાઓમાં કુલ ૧૦૯ ઉપરની દવાઓ અને સાત પ્રકારના મેડિકલ ટેસ્ટ કરી આપવામાં આવશે. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, આરોગ્ય અધિકારી ડો.પી.કે.સિંગ, તાલુકા હેલ્થ ઓફિસરઓ, પદાધીકારીઓ, અગ્રણીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નિલેશ રાઠોડે આભારવિધિ કરી હતી.

Related posts

Leave a Comment