હિન્દ ન્યુઝ, ઉપલેટા
ઉપલેટાના મામલતદાર એમ. ટી. ધનવાણીએ અર્બન હેલ્થ સેન્ટર ખાતે PMJAY મેગા કેમ્પની મુલાકાત લઈને લાભાર્થીઓને PMJAY યોજના બાબત મળતા લાભો વિષે સમજાવ્યુ હતું. તેમજ ABHA CARD ના ફાયદા સમજાવી બંન્ને કાર્ડ લાભાર્થીઓને કઢાવવા માટે માહીતગાર કર્યા હતા. તેમજ સરકાર દ્વારા કાર્યરત કરાયેલા વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો વિષે અર્બન હેલ્થ ઓફીસર ડો.મોરી સાથે ચર્ચા કરી હતી. જેમા NCD, PMMVY, JSY, KPSY ના લાભાર્થીઓને મળતા લાભ વિષે ચર્ચા કરી બાળકોને આપવામાં આવતી રસી વિષે માહીતી મેળવી હતી. તથા ઉપલેટામાં આવતી તમામ સરકારી કચેરીના રૂ. ૪ લાખ કરતા ઓછી વાર્ષિક આવક મર્યાદા ધરાવતા કર્મચારીના કાર્ડ કઢાવવા માટે કચેરીના વડા સાથે વાત કરી બધાના PMJAY કાર્ડ નીકળી જાય તે સુનિશ્ચિત કરવા ભલામણ કરી હતી. આ પ્રસંગે ઉપલેટાના અગ્રણીઓ સર્વ મનોજભાઇ નંદાણીયા, રધુભા સરવૈયા, દાનભાઇ ચંદ્રવાડીયા, અજયભાઇ જાગાણી, હરસુખભાઇ સોજીત્રા, ધવલભાઇ માકડીયા, જેઠાભાઇ ડેર, લખમણભાઇ કટારીયા, કીરીટભાઇ પાદરીયા, પરાગભાઇ શાહ, જીગ્નેશભાઇ ડેર, જગદીશભાઇ કાંબરીયા, અસ્મીતાબેન મુરાણી, જયેશભાઇ ત્રીવેદી, વિક્રમસિંહ સોલંકી, મયુરભાઇ સુવા, મંજુબેન માકડીયા, જગદીશભાઇ વીરમગામા, ભાયાભાઇ મોરી, નાથાભાઇ, જગાભાઇ તથા સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા.