દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ગાગેડી ગામના ૪ દિવસથી ગુમ થયેલા ૬૫ વર્ષીય માનસિક અસ્થિત વૃદ્ધાને પરિવારજનો સાથે મેળાપ કરાવતી દાહોદ ડાયલ ૧૧૨ ટીમ

હિન્દ ન્યુઝ, દાહોદ

તારીખ ૨૦-૦૩-૨૦૨૬ ના રોજ સવારે ૦૬:૩૧ વાગ્યે ૧૧૨ કંટ્રોલ રૂમ પર એક કોલ પ્રાપ્ત થયો હતો. ફોન થકી મળેલી માહિતી અનુસાર PCR ટીમ કઠલા ગામે જવા રવાના થઈ હતી. ટીમમાં PC પ્રભાતભાઈ ખપેડ અને પાઇલોટ રાઠોડ નિરવકુમાર ફરજ પર હાજર હતા.

કઠલા ગામે પહોંચતા થોડા જ સમયમાં એક અજાણ્યા આશરે ૬૫ વર્ષીય વૃદ્ધ મહિલા, જેમનું માનસિક સંતુલન સ્થિર ન હતું, તેઓ એકલા અને ગભરાયેલી હાલતમાં બેઠેલા જોવા મળ્યા. તેઓ શરૂઆતમાં કોઈ સાથે વાતચીત કરવા માટે તૈયાર ન હતા.

ટીમ દ્વારા તેમને વિશ્વાસમાં લઈ સહાનુભૂતિપૂર્વક વાતચીત શરૂ કરવામાં આવી અને તેમની ઓળખ જાણવા પ્રયત્ન કરવામાં આવ્યો. પૂછપરછ દરમિયાન મહિલાએ પોતાનું નામ નાનીબેન પારસીંગભાઈ અમલિયાર જણાવ્યું અને પોતાનું સરનામું ગાગેડી ફળિયા, નિશાળ ફળિયા, તા. ધાનપુર, જી. દાહોદ હોવાનું જણાવ્યું.

ટીમ દ્વારા વધુ તપાસ કરતાં તેમના ઘરે સંપર્ક સાધવામાં આવ્યો, જ્યાં તેમના પરિવારજનો મળ્યા. પરિવારજનોએ જણાવ્યું કે, નાનીબેન તેમના સગા સંબંધીઓના ઘરે પીટોલ (મધ્ય પ્રદેશ) ખાતે ગયા હતા અને છેલ્લા ૦૪ દિવસથી ગુમ હતા.

ડાયલ ૧૧૨ ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને મહિલાને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા અને પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું. પરિવારજનો દ્વારા ટીમનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને ત્યાં આનંદમય માહોલ સર્જાયો હતો.

Related posts

Leave a Comment