‘અવિરત ગુજરાત, વિકસિત ગુજરાત’
હિન્દ ન્યુઝ, ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આગામી તા. 31 માર્ચ, 2026ના રોજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નવનિર્મિત કુલ 38,949 આવાસોનું રાજ્યવ્યાપી લોકાર્પણ કરાશે; અંદાજે ₹651 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ આવાસો ગરીબ પરિવારોના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો નવો સૂરજ લાવશે.
PMAY-G હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારના 60:40ના હિસ્સા સાથે લાભાર્થીને કુલ ₹1.20 લાખની તબક્કાવાર સહાય આપવામાં આવે છે. ઉપરાંત, રાજ્ય સરકારે વિશેષ જોગવાઈઓ કરી છે જેમાં રૂફ-કાસ્ટ લેવલે 100 ટકા રાજ્ય ફાળા હેઠળ ₹50 હજારની વધારાની સહાય આપવામાં આવે છે.
