હિન્દ ન્યુઝ, પોરબંદર
તા. 30 માર્ચના રોજ ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના માધવપુરના મધુવનમાં લગ્ન, જાન પ્રસ્થાન પૂર્વે મંદિર આગળ પોલીસ ગાર્ડ ઓફ ઓનર આપશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે માધવપુર ઘેડના મેળા અંગે સૌને શુભકામના પાઠવી અને જણાવ્યું કે આ જીવંત તહેવાર આપણી ભવ્ય સંસ્કૃતિને ઉજાગર કરે છે અને ગુજરાત અને પૂર્વોત્તર વચ્ચેના શાશ્વત સાંસ્કૃતિક બંધનને પણ મજબૂત બનાવે છે.
સ્થાનિક તંત્રના સંકલનમાં સાંસ્કૃતિક વિભાગ અને યાત્રાધામ બોર્ડ દ્વારા તા. 31મી માર્ચના રોજ દ્વારકામાં રુક્મિણી સત્કાર સમારોહ યોજાશે.

