મોરબીના ઢુવા માં ફરી લુટારૂ ગેંગ ત્રાટકી

હિન્દ ન્યૂઝ, ઢુવા – મોરબી

છેલા એક મહિનાથી ચોર ગેંગ સક્રીય બની ઢુવા ચોકડી પોલિસ ચોકિથી કરીને માટેલ રોડ તેમજ જુના ઢુવા તથા નવા ઢુવામા અવાર નવાર લુટની ધટના બની રહી છે ત્યારે લોકમુખે ચર્ચા સંભળાઈ રહી છે કે શુ !!! તાલુકા પોલીસ આ સક્રીય ચોર ગેંગને પકડવામા નીષ્ફળ ગઈ છે. આજે પણ એક વ્યક્તી લુંટારૂ ગેંગનો ભોગ બન્યો છે. ઢુવા ચોકડી પોલિસ ચોકિથી થોડે દુર એટલે કે અડધો કિલો  મિટર જુના ઢુવા ગામમાં જવાના રસ્તા ઉપર ઢુવા ગામ ના રહેવાસી સિપાઈ ઈકબાલભાઈ હશનભાઈ પોતાના ધરે જઈ રહ્યા હતા ત્યારે જુના ઢુવા રસ્તા ઉપર ખોડિયાર માંના મંદિર પાસે પહોચ્યા હતા, ત્યારે બાઇક સવાર ત્રણ વ્યક્તિ આવી માથાના અને પેટના ભાગે ધોકા મારી ઈજા પહોચાડી બાઇક મુકીને લુટારૂ ગેંગ નાસી છુટી હતી. લુટારૂ GJ36J1874 નંબરનુ બાઈક લઈને આવ્યા હતા. આ લુટમા ભોગ બનનાર સિપાઈ ઈકબાલભાઈને વધુ સારવાર માટે વાંકાનેર સીવીલ હોસ્પિટલમાં લઈ જવામા આવ્યા છે. આ લુટારૂ ગેંગનુ બાઈક હાથ લાગતા પોલિસ કેવી તપાસ ચલાવે છે તે જોવુ રહ્યું કે પછી વારંવાર આ ઢુવા ગામ ના લોકો તેમજ સિરામિક ઉદ્યોયગમા કામ કરતા પરપ્રાંતીઓ લૂંટાતા રહેશે તે જોવું રહ્યું.

રિપોર્ટર : ભરત વિધાણી, મોરબી

Related posts

Leave a Comment