ડભોઇ દર્ભાવતિ નગરી માં શિનોર ચોકડી પાસે આવેલા દેવ હોસ્પિટલ ખાતે થી ૯૩ વર્ષ ના વૃદ્ધ મહિલા ને સાજા કરી પરત મોકલ્યા

હિન્દ ન્યૂઝ, ડભોઇ,

ડભોઇ દેવ હોસ્પિટલ ખાતે 93 વર્ષ ના મહિલા દર્દી ને કોરોના નેગેટિવ આવતા રજા આપવામાં આવી હતી. હાલ ડભોઇ દેવ હોસ્પિટલ ખાતે છેલ્લા દોઢ મહિના થી કોરોના સારવાર માટે ની મંજૂરી મળેલ છે, જે પૈકી અત્યાર સુધી દેવ હોસ્પિટલ માં કુલ 50 કરતા વધુ દર્દીઓ ને સારવાર આપવામાં આવી છે અને તમામ દર્દીઓ સાજા થયેલ છે. દેવ હોસ્પિટલ માં 93 વર્ષ ના મહિલા દર્દી ને ફક્ત 6 જ દિવસ ની સારવાર માં દર્દી ને સાજા કરી દેતા દર્દી ના પરિવાર માં ખુશી ને લાગણી છવાયી જવા પામી છે. ડભોઇ ખાતે દર્દીઓ માટે દેવ હોસ્પિટલ માં તમામ સુવિધા ઉપલબ્ધ હોવાથી તેમજ અનુભવી ડોક્ટરો ની ટીમ દ્વારા સારવાર કરવામાં આવતા તેમજ દર્દી ને વેન્ટિલેટર સહીત ની તમામ સુવિધા મળી રેહતા ડભોઇ ના દર્દીઓ ને સારી સેવા મળી રહે છે. આ પેહલા ડભોઇ ના દર્દીઓ ને કોરોના ની સારવાર માટે વડોદરા જવું પડતું હતું. પરંતુ ડભોઇ ના ધારાસભ્ય અને દેવ હોસ્પિટલ ની નિષ્ણાત ટીમ ની મહેનત થી ડભોઇ માં જ કોરોના ની સારવાર ઉપ્લબ્ધ થતા ડભોઇની જનતા માટે હવે કોરોના ની સારવાર ડભોઇ માં જ થઈ રહે છે. જેમાં તબીબો ડો.રવિ પટેલ,કમલેશ સુતરિયા તેમજ તેમની ટીમ ના યથાર્થ પ્રયત્નો થી આ કોવિડ સેન્ટર માં તમામ દર્દીઓ ને સાજા કરી પરત મોકલ્યા છે.

રિપોર્ટર : હુસેન મન્સૂરી ડભોઇ

Related posts

Leave a Comment