હિન્દ ન્યુઝ, સુબીર
ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં મહેસૂલી વહીવટને વધુ સુવ્યવસ્થિત અને અસરકારક બનાવવા માટે મહેસૂલી તલાટીઓને વિવિધ સેજાઓની ફાળવણી કરવામાં આવી છે. આ ફાળવણી અંતર્ગત કુલ સાત મહેસૂલી તલાટીઓને સેજાવાર જવાબદારી સોંપવામાં આવી છે. સંબંધિત મહેસૂલી તલાટીઓ નિર્ધારિત કામકાજના દિવસે પોતાની સેજામાં ઉપસ્થિત રહી ગ્રામજનોને મહેસૂલી સેવાઓ પૂરી પાડશે.
હુકમ મુજબ અંકિત એસ. દેશમુખને કેશબંધ, કાકશાળા અને ગાંવદહાડ સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. કેશબંધ સેજામાં આવતાં કેશબંધ, જામાલા, ટિમ્બરથવા, બિલીઆંબા ગામોમાં સોમવારના રોજ ફરજ બજાવશે. કાકશાળા સેજામાં આવતાં કાકશાળા અને નિશાણા મંગળવારના રોજ ફરજ બજાવશે. ગાવદહાડ સેજામાં ગાવદહાડ, ગીરમાળ અને અને બુરથડી ગામોમાં બુધવારના રોજ મહેસૂલી કામગીરી કરવામાં આવશે.
કુ. સરલાબેન એસ. બાગુલને બરડીપાડા, માળગા અને શિંગાણા સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. બરડીપાડા સેજામાં બરડીપાડા, સાજુપાડા, ખોખરી, બંધપાડા, ધુલ્દા ગામોમાં સોમવારના રોજ ફરજ બજાવશે. માળગા સેજાના માળગા, ઢોલ્યાઉંબર, અંબુર, બીલબારી, ડુમર્યા ગામોમાં મંગળવારના રોજ ફરજ બજાવશે. શિંગાણા સેજાના શિંગાણા, જામન્યામાળ, મોખામાળ તથા ઝરણ ગામોમાં બુધવારના મહેસૂલી કામગીરી કરવામાં આવશે.
કૃણાલભાઇ આર. ગીરજલીને મહાલ, નકટિયાહનવત અને ગારખડી સેજાઓની જવાબદારી સોંપવામાં આવી છે. મહાલ સેજાના મહાલ, સાવરદાકસાડ, ઢોંગીઆંબા, લહાનકસાડ, મોટીકસાડ ગામોમાં સોમવારના રોજ ફરજ બજાવશે. નકટિયાહનવત સેજામાં નકટિયાહનવત, વાહુટિયા, કેળ, બીબુપાડા, બદીનાગાંવઠા, બરડીપાડા (નકટિયાહનવત) ગામોમાં મંગળવારે ફરજ બજાવશે. ગારખડી સેજાના ગારખડી, ઝરી, જામન્યા, આહિરપાડા, સાતબાબલા, ચીંચપાડા, ઘાણીઆંબા ગામોમાં બુધવારના રોજ મહેસૂલી કામગીરી કરવામાં આવશે.
મયુરભાઇ આર. ચુડાસમાને સુબીર, પીપલાઇદેવી, ચિંચવીહીર અને પીપલદહાડ સેજાઓની જવાબદારી સોંપાઇ છે. સુબીર સેજાના સુબીર અને કાંગર્યામાળ ખાતે ગુરૂવારના રોજ ફરજો બજાવશે.
પિપલાઇદેવી સેજાના પિપલાઇદેવી, વડપાડા, બોકળમાળ, પિપલપાડા ગામોમાં સોમવારના રોજ ફરજ બજાવશે. ચિંચવિહીર સેજાના ચિંચવિહીર, ચમારપાડા, જુન્નેર, ખાજુર્ણા, સાવરદા, ખેરિન્દ્રા ગામોમાં મંગળવારના રોજ ફરજ બજાવશે. પીપલદહાડ સેજામાં આવતાં પીપલદહાડ, જામસોંઢા, બેહડુન, સાવરપાડા, આમથવા, ગોંહાણ, ભોંડવિહિર અને જોગથવા ગામોમાં બુધવારના ફરજ બજાવશે.
રવિશંકર ડી. મેવાડાને હનવંતપાડા, ખાંભલા, કીરલી અને શેપુઆંબા સેજાઓની જવાબદારી સોંપવામાં આવી છે. હનવંતપાડા સેજાના હનવંતપાડા, કરંજપાડા, ઘુબડિયા અને જારસોડ ગામોમાં સોમવારના રોજ ફરજ બજાવશે. ખાંભલા સેજામાં આવતાં ખાંભલા, ગુરૂડિયા, મોહપાડા, આમસરપાડા, બરડા, બીજુરપાડા ગામોમાં મંગળવારના રોજ ફરજ બજાવશે. કિરલી સેજામાં કિરલી, પોળસમાળ, કાકડવિહિર ગામોમાં પણ મંગળવારના રોજ ફરજ બજાવશે. શેપુઆંબા સેજાના શેપુઆંબા, કરંજપાડા, શિવબારા, પાંઢરપાડા, લહાનઝાડદર અને મોટીઝાડદર સહિતના ગામોમાં બુધવારના રોજ મહેસૂલી કામગીરી કરવામાં આવશે.
સુ શિલ્પાબેન એન. ઝાલાને કડમાલ અને દહેર સેજાઓની જવાબદારી સોંપવામાં આવી છે. કડમાલ સેજામાં કડમાલ, કસાડબારી, હાડોળ અને ઇસખંડી ગામોમાં સોમવારના રોજ ફરજ બજાવશે. દહેર સેજાના દહેર, ઉગા (લવચાલી) અને ધાણા ગામોમાં મંગળવારે રોજ મહેસૂલી કામગીરી કરવામાં આવશે.
તદુપરાંત યોગીરાજસિંહ એચ. જાડેજાને લવચાલી સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. આ સેજાના લવચાલી, ગાયગોઠણ, ચીખલી અને પાદલખડી ગામોમાં સોમવારના દિવસે મહેસૂલી તલાટી દ્વારા કામગીરી કરવામાં આવશે.
આ સેજા ફાળવણીના પરિણામે સુબીર તાલુકાના વિવિધ ગામોના નાગરિકોને મહેસૂલી કામગીરી માટે સંબંધિત સેજા અને નિર્ધારિત દિવસે મહેસૂલી તલાટીની સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બનશે. ગ્રામજનોને પોતાની મહેસૂલી બાબતોના નિરાકરણ માટે નિયત કામકાજના દિવસે સંબંધિત મહેસૂલી તલાટીનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થાથી ગ્રામ્ય વિસ્તારમાં મહેસૂલી સેવાઓ વધુ ઝડપી, પારદર્શક અને લોકાભિમુખ બનશે.
