ફોર વ્હીલર વાહનોની નવી સીરિઝ GJ32ANના ગોલ્ડન-સિલ્વર નંબરની હરાજી થશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   ગીર સોમનાથ આર.ટી.ઓ. કચેરી દ્વારા પ્રાઈવેટ ફોર વ્હીલર મોટર વાહન માટેની નવી સીરિઝ નંબરોના ગોલ્ડન-સિલ્વર નંબરોના ઈ-ઓક્શન માટે અરજીઓ મંગાવાઈ છે. ફોર વ્હીલર વાહનોની નવી સીરિઝ GJ32ANના ગોલ્ડન-સિલ્વર નંબરની હરાજી થશે. જેમાં વાહન માલિકો ૮ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી કરી શકશે

જેમાં તા.૦૫/૦૮/૨૦૨૬ થી‌ તા.૦૦૮/૦૮/૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.૦૮/૦૮/૨૦૨૬ થી તા.૧૦/૦૮/૨૦૨૬ (04:00 PM) સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે.

ઓનલાઈન ઓકશનમાં ભાગ લેનારા અરજદારે https://vahan.parivahan.gov.in/fancy/faces/public/login.xhtml પર નોંધણી, યૂઝર આઇ-ડી. પાસવર્ડ તૈયાર કરવા હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવો, ચૂકવણું કરવું અને વાહન નંબર મેળવવો. આ માટેની વિગતવાર સૂચનાઓ https://vahan.parivahan.gov.in/fancy/faces/public/usermanual.xhtml આપી છે. 

વાહન ખરીદીના ૭ (સાત) દિવસમાં ઓનલાઈન CNA ફોર્મ ભરવાનું રહેશે. હરાજીમાં સફળ અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાનાં ૫ (પાંચ) દિવસમાં નાણાં જમા કરવાના રહેશે. અરજદાર જો આ નિયત સમયમાં નાણાં ચૂકવામાં નિષ્ફળ જશે તો મુળ ભરેલ રકમ (Base Price)ને જપ્ત કરવામાં આવશે અને તે નંબરની ફરીવાર હરાજી કરવામાં આવશે. ઓનલાઈન ઓકશન પ્રકિયા દરમ્યાન ચૂકવાણા વખતે આર. બી. આઈ. દ્વારા નક્કી કરેલ દર ચુકવાનાં રહેશે.

હરાજીમાં નિષ્ફળ અરજદારને જે માધ્યમથી ચુકવણું કરવામાં આવેલ હશે તે માધ્યમ જેમ કે Net Banking, Credit Card, Debit Card થી ચુકવણું કર્યું હોય તે જ માધ્યમથી નાણાં અરજદારનાં જે તે ખાતામાં S.B.I E-Pay દ્વારા પરત કરવામાં આવશે. ઓનલાઈન ઈ-ઓક્શન ફેન્સી નંબરની હરાજી અંગેની તમામ બાબતની આખરી સત્તા ગીર સોમનાથના પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની રહેશે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે. 

Related posts

Leave a Comment