હિન્દ ન્યુઝ, વેરાવળ
સમગ્ર જિલ્લામાં તા.૦૧ ઓગસ્ટ થી તા.૦૮ ઓગસ્ટ સુધી વિવિધ થીમ આધારીત “નારી વંદન ઉત્સવ” ની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત ‘બેટી બચાઓ, બેટી પઢાઓ દિવસ’ નિમિત્તે વેરાવળની ચોકસી કોલેજ, રાજેન્દ્રભુવન રોડ પર જનજાગૃતિ રેલી યોજાઈ હતી.
કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ રેલીમાં વિદ્યાર્થિનીઓ દ્વારા “બેટી બચાઓ, બેટી પઢાઓ” ના સ્લોગન ટી-શર્ટ પહેરી જાગૃતિનો સ્તુત્ય પ્રયાસ કરાયો હતો.
શહેરના રાજેન્દ્રભુવન રોડ પર નીકળેલી આ રેલીમાં ‘બેટી બચાઓ બેટી પઢાઓ’, ‘દીકરી-દિકરો એક સમાન’, ‘સ્ત્રી ભૃણ હત્યા અટકાવો’, ‘ગર્ભ પરીક્ષણ કરાવવું તે કાયદાકીય ગુન્હો છે’ જેવી વિવિધ બાબતોને વણી લઈ કાઢવામાં આવેલી આ રેલી જનજાગૃતિનું માધ્યમ બની હતી.
