હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં હવે વરસાદે વિરામ લીધો છે. વરસાદના કારણે જિલ્લામાં કેટલાક માર્ગો ક્ષતિગ્રસ્ત થતાં વાહનચાલકોને પડતી અગવડતા દૂર કરવા માર્ગ અને મકાન વિભાગ પ્રતિબદ્ધ છે.
હાલ વરસાદ બંધ થતાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા માર્ગોના દુરસ્તીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિભાગ દ્વારા જરૂરી મશીનરી અને માનવબળ સાથે વેરાવળ-તાલાલા રોડ પર પેચ મિક્સિંગ કરવામાં આવ્યું હતું. વરસાદે વિરામ લેતા સિમેન્ટ-કોંક્રિટના પેચ મિક્સિંગ વર્કની સતત કામગીરી કરવામાં આવી રહી છે.
