હિન્દ ન્યુઝ, સૂત્રાપાડા
ગીર સોમનાથ નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા સૂત્રાપાડા તાલુકાના વાસાવડ ગામે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તબક્કાવાર ખેતી વિશે જાણકારી તેમજ વિવિધ યોજનાકીય સહાય વિશે અવગત કરાવવામાં આવ્યાં હતાં.
આ શિબિરમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી તેમજ સરકારની બાગાયત ખાતાને સંલગ્ન વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલિમ કાર્યક્રમમાં બાગાયત અધિકારી શ્રી એ.સી.દવેરાએ બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાનાં લાભો અંગે માહિતી આપી હતી તેમજ પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો અંગે પણ વિગતવાર માહિતી આપી હતી અને ખેતીમાં તેના અમલીકરણથી ખેતી ખર્ચમાં ઘટાડો તેમજ જમીનની ફળદ્રુપતા જાળવી રાખવાનાં લાભો વિષે ખેડૂતોને સમજાવ્યા હતા.
