હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “નારી વંદન ઉત્સવ” નિમિતે “બેટી બચાવો, બેટી પઢાવો દિવસ”ની ઉજવણી અંતર્ગત તાલાલા તાલુકાના આંકોલવાડી સ્થિત વિનયમંદિર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીનીઓ માટે મેન્સ્ટ્રુઅલ હાઈજીન, ગુડ ટચ–બેડ ટચ તથા પી.સી.પી.એન્ડ.ડી.ટી કાયદા અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો.
આ કાર્યક્રમમાં DHEW (ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવર્મેન્ટ ઓફ વિમેન)ના જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રી ચિંતન ગોંડલિયાએ “બેટી બચાવો, બેટી પઢાવો દિવસ”ના હેતુ વિશે માહિતી આપી હતી. તેમણે “નારી વંદન ઉત્સવ”ના માધ્યમથી મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સશક્ત બની સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
