ગૌરવ અને ધન્યતાનો અનુભવ, વિવિધ પ્રકલ્પોની મુલાકાત

હિન્દ ન્યુઝ, બરોડા

    ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી.

    મુખ્યમંત્રીએ આરોગ્ય વનમાં આદિવાસી મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ ખાટી ભીંડીના શરબતનો સ્વાદ માણ્યો; મિયાવાકી વન, વામન વૃક્ષ વાટિકા, લેસર શો સહિત નર્મદા આરતીમાં સહભાગી બની આધ્યાત્મિક અનુભૂતિ મેળવી.

    સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિત વિવિધ પ્રકલ્પોની પ્રશંસા વ્યક્ત કરતા માંઝીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૃષ્ટિવંત નેતૃત્વ હેઠળ નિર્મિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સમગ્ર દેશ માટે ગૌરવનું પ્રતિક બની છે.

Related posts

Leave a Comment